💐 સૈયદ પીર નજમુદ્દીન વલદે ફઝલેઅલી ચિશ્તી (ર.અ)
➡ નજમુદ્દીન બાવા (ર.અ) આગળ સિહ પર ગરદન ઝુકાવી દેતો...
👉 ઘરડા દુરવેશઅલીબાવા ના વખતમાં દુષ્કાળ પડ્યો હતો તે સમયે દુરવેશઅલી બાવાના કેટલાક મુરીદો બાવા પાસે આવ્યા અને કહ્યું બાવા આવા સમયમાં અમો શું કરીએ ?
તે વખતે બાવાએ જૂનાગઢ પાસેના વિસ્તારમાં વસવાટ કરવાનું કહ્યું મુરીદો જૂનાગઢ ગીરના જંગલ પાસે ગામમાં રહી પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યા.
કેટલાક વર્ષો પછી નજમુદ્દીનબાવા પોતાના મુરીદોને મળવા સૌરાષ્ટ્ર કચ્છમાં ગયા.
કારણકે મુરીદોએ બાવાને પોતાને ત્યાં આવવા ઘણો આગ્રહ કર્યો હતો.જુનાગઢ પાસેના ગીરના ગામના મુરીદોને જયારે ખબર પડી કે બાવા જુનાગઢ આવ્યા છે ત્યારે તેઓ બાવા પાસે આવ્યા અને તેમને પોતાની ફરિયાદ કરી કે અમારા ગામ માં સિહ આવે છે અને ઢોરને મારી નાખી લઈ જાય છે. મુરીદોને બાવાએ કહ્યું હું કાલે તમારા ગામ માં આવીશ અને સિહ જે રસ્તા થી પાણી પીવા આવે છે ત્યાં ખાટલો પાથરજો મુરીદોએ ઘણી આનાકાની કરી પરન્તુ બાવા ના મક્કમતા આગળ તેઓ લાચાર હતા.બીજા દિવસે સિહ પાણી પીવા આવ્યો.ખાટલા ઉપર નજમુદ્દીન બાવા ર.અ ને તાકીતાકી ને જોવા લાગ્યો.અંતે બાવા ના પગ પાસે આવીને બેસી ગયો.તે વખતે બાવા ને કહ્યું કે ભાઈ આજ પછી તું મારા મુરીદો ને પરેશાન કરીશ નહિ.તે દિવસ થી સિહે એક પણ ઢોરને નુકશાન કે ઈજા પહોચાડી નથી.હઝરત અલી શેરે ખુદા થી માંડી તેમની આલ ઔલાદમાં આટલી કરામત છે કે જંગલી હિંસક સિહ પણ પોતાની હિંસા છોડી તેમના સેવક બની જાય છે.
સુબહાનઅલ્લાહ આ છે મારા પીર નજમુદ્દીન સરકાર ની કરામત....
No comments:
Post a Comment