💘 પીર સૈય્યદ મુહમ્મદ મશાયખ બાવા (રેહમાતુલ્લાહ અલેહ)💘
👉 કડીવાલા ફાજલશાહ બાવા (રેહમાતુલ્લાહ અલેહ)ના બીજા એક દીકરા કે જેમનું નામ
પીર મશાયખ બાવા (રેહમાતુલ્લાહ અલેહ) છે કે જે બાલાપીર બાવા (રેહમાતુલ્લાહ અલેહ) ના ભાઈ થાય. તેમનો મઝાર અમદાવાદ ના સારંગપુર પુલ ના છેડે ચારતોડા કબ્રસ્તાન પાસે આવેલો છે.
👉 જેઓ મુગલ બાદશાહ ઔરંગઝેબ ના સમય માં થઇ ગયા. મશાયખબાવા (રેહમાતુલ્લાહ અલેહ) ની કરામતો પણ મશહૂર છે.
👉 જયારે એક વખતે મશાયખબાવા (રેહમાતુલ્લાહ અલેહ) પોતાની પાસે ચિરાગ જલાવી ખુદા ની ઈબાદત ખુલ્લા મૈદાનમાં કરતા હતા. તેવામાં ખુબ પવન સાથે વવાજોડું ફૂંકાયું.લોકો ના ઘરના દિવા બુઝાય ગયા.લોકો બહાર ઉમટી આવ્યા અને જોયું કે મશાયખબાવા (રેહમાતુલ્લાહ અલેહ) ચિરાગની રોશની થી મૈદાન માં ખુદા ની ઈબાદત કરી રહ્યા છે.ચિરાગ જલતો રહ્યો છે.આ જોઈ લોકો અચંબા માં પડી ગયા.અને મનોમન વિચારવા લાગ્યા કે આ મશાયખબાવા (રેહમાતુલ્લાહ અલેહ) ની કરામત છે.
👉 કોઈ શાયરે ખુબ કહ્યું છે કે...
फानूस बनके जिसकी हिफाज़त खुदा करे।
वो शमआ क्या बुजे जिसे रोशन खुदा करे।
No comments:
Post a Comment